ધરમપુર: ગતરોજ રાત્રે એટલે કે 31 ઓગસ્ટ 2022ની રાત્રે 01:00 કલાકે 66 KV પાવર હાઉસના તમામ પાવર હાઉસના જેટકોના આઉંટ સોર્સીંગના કર્મચારીઓ ગેઇટની બહાર બેસીને જ્યાં સુધી પડતર માંગણી પુરી ન થાય ત્યાં સુધી ગેઇટની બહાર બેસીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ 66kv વાપી ડીવીસનમાં આવતા સબ સ્ટેશનના આઉંટસોર્સીંગના કર્મચારીઓ હડતાલ પર ઉતરેલ છે અને જ્યાં સુધી તેમની માંગણી ન સંતોષાય ત્યાં સુધી તેઓ હડતાળ પર જ રહેશેનું જણાવી રહ્યા છે. હાલમાં પાવર હાઉસોમાં કોચરવા, મગોદ, ઊંટડી, વાપી ફેસ2, ચદોર, ડુંગરા, સહુડા, પીપરોલ, વલ ડી, ઉમરસાડી, ટુકવાડા, અંબાચ, નિમખલ,પરીયા, ગુંદલાવ, નાનીવહિયાળ, ચીવલ, પાનસ, મનાઈચોંઢી, મોરાઈ2 ના કર્મચારીઓએ પોતાની બધી જ કામગીરી બંધ કરેલ છે.
આ હકની લડતને સમર્થન આપતા ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા મારા મિત્રો કિરણ પટેલ, અંકિત પટેલ, દીપક પટેલ, યોગેશ પટેલ સાથે રાત્રે મુલાકાત કરી અને આ જેટકોના આઉંટસોર્સીંગના તમામ કર્મચારીઓને પોતાની હક અને અધિકારની માંગણી ને હું સમર્થન જાહેર કરું છું.

