વાંસદા: ગતરોજ રાત્રે વાંસદાના ચાંપલધરા ગામના ડુંગરી ફળીયાનાં નાથુભાઈ એક એવા સમાજસેવક કે જેઓ સમાજના દરેક કામમાં હાજર રહ્યા પણ એક એવા બાપ કે જેઓ પોતાના જુવાન જોધ દીકરા નિલેશભાઈ કે જેઓ લકવા ગ્રસ્ત થઇ જતાં એની માંદગીમાં જિંદગીની તમામ જમા પુંજી ખર્ચી નાખી છે તેનું ઘર પણ દયનીય હાલતમાં છે ત્યારે સમસ્ત આદિવાસી સમાજની ટીમ આ સમાજસેવકની મદદે પોહચી હતી.
જુઓ વિડીયો..
ગામના આગેવાનોનું કહેવું હતું કે સમાજ માટે આટલુ દોડવા છતાં પણ સમાજ મદદ કરવામાં ઉણો ઉતર્યો જયારે ચાંપલધરા રાજપૂત સમાજ દ્વારા બનતી મદદ કરવામાં આવી. ડો. નીરવભાઈ જણાવે છે કે અમે સ્થળ પર જઈને જોયું તો પરિસ્થિતિ ખરેખર દુઃખદ હતી. નિલેશભાઈ 35-40 વચ્ચેની ઉંમરનાં હશે પણ લકવાને લીધે 1.5 વર્ષ ઉપરાંત થવા છતાં બોલવા-ચાલવામાં તકલીફો અનુભવતા હતાં જે આપ વિડીઓમાં જોઇ શકો છો.
આમ આખા રાજ્યની ટીમના કેપ્ટનશ્રી ડો. પ્રદીપભાઈ ગરાસિયા,કૌશિકભાઈ ગરાસિયા,કુંજન ઢોડિયા,એસી જિમ્મી, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, ભાવિન, ઉમેશ, નિમેષ, પ્રિન્સ, મયુર, ભાવેશ, કાર્તિક, વિકાસ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

