વઘઈ: આજરોજ વઘઈ તાલુકા ખાતે આવનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાન માં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 173 ડાંગ વિધાન સભા ચૂંટણીના પ્રચાર LED વાન “કોંગ્રેસ નું કામ બોલે છે” અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ “કોંગ્રેસ નું કામ બોલે છે” અભિયાન અંતર્ગત LED વાન દ્વારા કોંગ્રેસ સમિતિ દ્વારા 173 ડાંગ વિધાન સભા ચૂંટણીના પ્રચાર કરવા વઘઈ તાલુકા પ્રમુખ ગમનભાઈ ભોયે, પ્રદેશ કોંગ્રેસના મંત્રી તબરેઝ એહમદ (બબલુ) ડાંગ જિલ્લા કોંગ્રેસના મંત્રી મોહન ભોંયે, વઘઈ તાલુકા યુવા પ્રમુખ રવિરાજ છગનીયા ડાંગ જીલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ વિધાનસભા પ્રચાર અને કેમ્પેઇન કન્વિનર તુષાર કામડી દ્વારા પ્રચાર રથનો પ્રારંભ કરવામાં આવ્યો.
આવનાર દિવસોમાં આ LED વાન જિલ્લાની તમામ ગામોમાં ફેરવવામાં આવશે જે માટે સ્થાનિક આગેવાનો અંગત રસ લઇ આ કાર્યક્રમને સફળ બનાવે એવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

