ગણદેવી: આઝાદીના 75 વર્ષમા આવેલા સૌથી ભયાનક પુરમાં ગણદેવી વિસ્તારના અનેક પરિવારો તબાહ થયાં અને ઘણું મોટુ નુકસાન સહન કરવાનો વારો આવેલ છે, જેમાં તંત્રએ સમયસર પૂરતી સહાય નહીં આપતાં મોટાભાગનાં ગરીબ મજૂરી કરતા પરિવારોની હાલત ખુબ જ કફોડી બની છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ આ અન્વયે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ પરિવારોને ઝડપથી ન્યાય મળે એ માટે મામલતદાર, ગણદેવીને લેખિતમાં તાકીદ કરવામાં આવી. ગરીબોને ન્યાય મળે એ માટે અમે ટેકો જાહેર કરી કાર્યક્રમને અંતે મામલતદાર ગણદેવીને આગ્રહ કર્યો કે શક્ય એટલું ઝડપથી ગરીબ પરિવારોને સહાય પહોંચાડી મદદરૂપ થજો.
અન્યથા આ ગરીબ પ્રજાના નિસાસા લેવાથી તકલીફો ઘણીવાર આવતી હોય છે અને ગરીબોના આવાસ અને સહાય માટે કામગીરી જો ઝડપથી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરી કચેરીનો ઘેરાવો અને રસ્તો જામ કરતા અચકાઈશું નહીં તે ધ્યાને લેવા આગ્રહભરી સ્પષ્ટ વાતચીત કરી.

