ઉમરપાડા: આદિવાસી સંસ્કૃતિ પરંપરાગત વર્ષથી ઉજવતો આવી રહ્યો છે, ઉમરપાડા તાલુકાના ઉકાઇ વિસ્થાપિતના ગામડાં ઉમરદા, મોટીદેવરૂપણ, ગુલીઉમર ડોંગરીપાડા, ખૌટારામપુરા રૂધીગવાણ જેવા ૧૪ ગામોમાં ચૌવરી અમાસ (બૈલપોળા) તહેવારના દિવસે ગ્રામ્યજનો કોઇપણ પ્રકારનું કામ કરતાં નથી ખેડૂતો સવાર થી સાંજ સુધી બળદોને આરામ આપી ભરપૂર આહાર કરાવે છે. આ ઉપરાંત બળદોને નદીએ લઈ જઈ નવડાવે છે. તેને શણગાર કરે છે.
ખેડૂતનું કહેવું છે કે બૈલપોળા એ બળદને ધન્યવાદ કહેવા નો તેહવાર છે ચોમાસા ની શરૂઆત થી ખેડૂત દ્વારા બળદ નો ઉપયોગ કર્યો અને જાણે અજાણે ખેડૂત દ્વાર બળદને આપેલ દુઃખની માફી માંગવામાં આવે છે અને ખેડૂતો નું માનવું છે આજના દિવસ થી હવે ચોમાસા શરૂઆતમાં વાવણી કરવામાં આવી હતી તેમાં ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઈ જાય છે જેથી હવે બળદો એ જે કામ કરી આપ્યું એનો આભાર માનવામાં આવે છે અને વર્ષ દરમિયાન બળદને મારવામાં આવેલ લાકડીઓ ચાબુક અને બોલાયેલા અપશબ્દોથી માફી માંગવાનો તહેવાર છે.
આ તહેવારના દિવસે બળદને નવડાવીને તેલથી માલિશ કરાઈ છે. આ દિવસે બળદને શાલ, ઘંટડી અને ફૂલોથી શણગારીને તૈયાર કરવામાં આવે છે તેના શિંગડા રંગીન બનાવી તેના માટે નવી લગામ અને દોરડાની વ્યવસ્થા થાય છે.
સિંદુર, પાણી અને મીઠાઈઓ સાથેની પૂજાની થાળીઓ તૈયાર કરી ખેડૂત પરિવારના સભ્યો દ્વારા બળદોને આરતી કરી પૂજવામાં આવે છે, પૂજા અને આરતી માટે ઘી સાથે માટીના દીવા હોય છે. આ દિવસે પુરણપોળીને બળદ ધરાવી તેની પૂજા કરી થયેલી ભૂલની માફી માગી પૂજા સંપન્ન કરાઈ છે. આ તહેવાર આદિવાસી વિસ્તારના સાગબારા, ડેડિયાપાડા તાપી જિલ્લાના ઉચ્છલ,નિઝર, કુકરમુંડા,સાથે મહારાષ્ટ્રના રાજ્યના અક્કલકુવા, નવાપુર સાથે નંદુરબાર જિલ્લાના વિસ્તારમા આ તહેવાર ખુબ ધામધૂમથી ઉજવાય છે.

