ધરમપુર: આજરોજ ગ્રામ વિકાસની ભાવના સાથે ગામના જળ જંગલ જમીનની સાર સંભાળને લઈને સમાજના અન્ય સરપંચોને ઉદાહરણ સ્વરૂપ ધરમપુર તાલુકાના વેલવાચ ગામના સરપંચશ્રીની એક નવી પહેલ કરી છે જેને લઈને સમગ્ર ગામમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના વેલવાચ ગામ જ્યાં ખુબજ મોટો રમણીય જંગલ વિસ્તાર, પ્રકૃતિનો મોટો ભંડાર આવેલ છે ત્યારે જળ, જંગલ, જમીનનું રક્ષણ અને જાળવણી, ગામના વિકાસના કામો અંગે યુવા મિત્રોને માહિતગાર કરવામાં આવ્યા.
ગામના સરપંચે તમામ યુવા મિત્રોને સાથે ચર્ચા કરીને ”વેલવાચ આદિવાસી યુવા સંગઠન ” ગ્રુપ બનાવ્યું છે આ પહેલથી જળ જંગલનું સંવર્ધન કરવા બધા જ યુવામિત્રો ઉત્સાહ દાખવ્યો હતો અને આ એક નવી પહેલ ને સમર્થન આપવામાં આવ્યું.

