ખેરગામ: છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના મોટાભાગના રસ્તાઓ એકદમ બિસ્માર હાલતમાં છે.એના લીધે અનેક અકસ્માતો અને કિંમતી જાનમાલના નુકસાનની વણઝારો લાગી જવાથી પ્રજામાં પ્રચંડ આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે તંત્ર સફાળું જાગ્યુ અને હાલ સમગ્ર જિલ્લામાં માર્ગ બાંધકામ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ખડેપગે હાજર રહી કામગીરી કરાવી રહ્યા છે.
જુઓ વિડીયો..
આ બાબતે આંદોલનના યુવા આગેવાન અને જાણીતા તબિબ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે જયારે અમે ખરાબ રસ્તા માટે વલસાડ જિલ્લા કલેકટરને રજુઆત કરવા ગ્યા ત્યારે એમના તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો, પરંતુ લોકમાનસમાં ખુબ જ નકારાત્મક માનસિકતા ઘર કરી ગઈ હતી કે આજસુધી ભલભલા લોકો રજૂઆત કરીને ગ્યા પરંતુ કોઈ કશું કરી નથી શક્યા આ નફ્ફટ જિલ્લાતંત્રનું. તો તમે પણ શું કરી લેશો.
ધીમે ધીમે વિવિધ જગ્યાએ રજૂઆત કરતા અમને સમજાય ગયું કે આ તંત્ર એમને એમ અમારી વાત માને એવું નહીં લાગતા, ખખડધજ રસ્તાઓથી ત્રાસેલા સામાન્ય પ્રજાજનોને સાથે લઈને અમારી ખેરગામની ટીમે નછૂટકે રસ્તા રોકો આંદોલન કરતા તંત્રએ તાબડતોડ રસ્તાઓના મરમ્મત કામગીરી આરંભી અને ગુજરાત સરકારની પણ 48.68 કરોડ રૂપિયાના ખર્ચે વલસાડ-ધરમપુર, વલસાડ-ખેરગામ અને અન્ય નાનાં રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ વાંસદા-ધરમપુર-વાપી હાઇવે અને આ વિસ્તારના અન્ય નાનાં-મોટા રસ્તાઓ જે અતિશય ખખડધજ હાલતમાં છે એમનું શું? જો આ રસ્તાઓની પણ તાકીદે મરમ્મ્ત કરવામાં નહીં આવે તો બિસ્માર રસ્તાઓથી ત્રાસેલા પ્રજાજનોને સાથે લઈ આ વિસ્તારોમાં પણ ચક્કજામ કરતા અચકાશું નહીં તે તંત્ર ધ્યાનમાં લે.

