વાંસદા: વર્તમાન સમયમાં અલગ અલગ ક્ષેત્રમાં આદિવાસી પ્રતિભા સોળે કળાએ ખીલી રહી છે ત્યારે વાંસદા તાલુકામાં ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં યોજાયેલા તાલુકા કક્ષાનો ક્લા મહાકુંભમાં વહેવલ ગામની રિદ્ધિ પટેલ પ્રથમ આવી હતી.
આ આદિવાસી દિકરી વાંસદાના ઉનાઈ ખાતે અભ્યાસ કરે છે અને આ કાર્યક્રમમાં 6 થી 14 વયજૂથમાં વિદ્યાકિરણ સ્કૂલ ઉનાઈની વિદ્યાર્થિની વહેવલ ગામની રિદ્ધિ પટેલે ભરતનાટ્યમ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું હતું.
આ પહેલા પણ 9 વર્ષની આ આદિવાસી નાનકડી નૃત્યાંગના ઈન્ડિયા ડાન્સિંગ સુપરસ્ટાર માટે ઑનલાઇન ઑડીસન આપી પસંદગી પામી હતી અને દિલ્હી , લખનૌ તેમજ ભોપાલ ખાતે વિવિધ ઇવેન્ટમાં પરફોર્મ કરી આદિવાસી સમાજનું નામ રોશન કરી ચુકી છે.











