કપરાડા: પ્રકૃતિનાં ખોળે વસેલું કપરાડા તાલુકાની શાહુડા માધ્યમિક શાળામાં ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરવાનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન સમય જંગલોમાં વૃક્ષો વિનાશને લઈને તેના સંવર્ધન માટે અને નવા જંગલો ઉભા કરવા હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ અનુસંધાન કપરાડા તાલુકાના હરેક યુવા નોને સંદેશ આપવામાં આવ્યો કે હરેહના ઘર આંગણે, ખેતરોમાં, કે ગામના ચોરા પર ઉપર વૃક્ષો વાવવા માટે સંદેશો પહોંચાડ્યો વૃક્ષો વાવવાની આપણને શુદ્ધ હવા આપે છે તેમજ વૃક્ષો વિવિધ ફાયદા વિશે યુવાનોને માહિતગાર કર્યા ત્યાર બાદ પ્રાથમિક શાળા શાહુડા ખાતે પાટી પેન વિતરણ કર્યા

આ કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચો વલસાડ જિલ્લા ઉપપ્રમુખ શ્રી કિરણ એસ ભોયા ,કપરાડા તાલુકા યુવા મોરચા મહામંત્રી શ્રી દિવ્યેશભાઈ એલ રાઉત, ઉપપ્રમુખ વિજયભાઈ ગાવઢા, મંત્રી શ્રી પ્રકાશભાઈ, કોષાધ્યક્ષ શંકરભાઈ બિરારી, સમાજિક કાર્યકર્તા રમેશભાઇ તેમજ મોરચાના તમામ હોદ્દેદારો આ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.