દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

ઉમરગામ: ગતરોજ ગુજરાતના બોર્ડર પર આવેલા ઉમરગામ તાલુકામાં દહાદ ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવાને એક વિદ્યાર્થિનીની જાહેરમાં રહેંસી નાખી હત્યા કરવાની ઘટના બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સ્થાનિક ખબરપત્રીઓનું કહેવું છે કે હાલમાં પોલીસ જણાવી રહી છે કે આ સમગ્ર ઘટનામાં પ્રાથમિક માહિતી એ છે કે આ હત્યા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી છે. મૃતક પોતાનું બાઈક લઇ ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી તે સમયગાળા દરમિયાન રસ્તામાં જ યુવકે તીક્ષણ હથિયારથી ગળામાં ઘા કરી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે હાલમાં સીસીટીવીના આધારે આગળની તપાસ શરૂ કરી દિધી છે. અને ફરાર આરોપીને પણ ઝડપથી પકડી લેવાશે ની ખાતરી આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થિનીની હત્યાના સમાચાર મળતા પરિવાર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પરિવારજનોના આક્રંદના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. તાજા જાણકારી મળ્યા અનુસાર 17 વર્ષીય વિદ્યાર્થિની હત્યા એક તરફ પ્રેમમાં પાગલ પંકજ પાસવાન નામના યુવકે કરી હોવાનો ખુલાસો થયો છે