ખેરગામ: ‘કોશિશ કારણે વાળો કિ હાર નહિ હોતી’ નું પંક્તિ સાર્થક થયું હોય એમ ખેરગામના સામજિક આગેવાન નીરવ પટેલ અને તેમની ટીમ દ્વારા કરાયેલા ખેરગામ વલસાડના રોડ બાબતે આંદોલન રંગ લાવ્યું અને ખરાબ રસ્તાના સમારકામનું કામગીરીની શરૂવાત કરવામાં આવી છે.
ડો નીરવભાઈ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે ઘણા લોકો પહેલા કહેતા હતાં કે કઇની થાય આલોકોનું,પછી 1.53 કરોડ ફળવાયા ત્યારે કહેતા હતાં કે આમાંથી ખાય જશે, ખાલી ચાલુ મટીરીયલ નાખશે.. પણ તબક્કાવાર કામ ચાલુ.. પહેલા GCB પછી હવે કપચી કહો કે ગ્રાવલ નાખવાનું ચાલુ થઇ ગયું છે.
તેમણે વધુમાં કહ્યું કે કોઈની તાકાત નથી જનતા જનાર્દનના આક્રોશ સામે ટકવાની.. કોઈ આ વખતે દુસાહસ નહીં કરે ગોબાચારી કરવાનું. જ્યાં કામ કરવા વાળાઓની નિયતમાં સચ્ચાઈ હશે અને જનતાના આશિર્વાદ હશે ત્યાં કોઈ કામ અટકતા નથી હોતા. હવે અમારો આગલો ટાર્ગેટ વાંસદા-ધરમપુર-વાપી નેશનલ હાઇવે, પારડી કપરાડા સ્ટેટ હાઈવે સહિતના વલસાડ જિલ્લાના ધોરીનસ સમાન રસ્તાઓ જો નહિ સુધરે તો એના માટે પણ જનઆંદોલન કરવાનો છે. માટે રોડ બનાવવા તંત્ર તૈયાર રહે અથવા જનતાના આક્રોશને સહન કરવા..

