સુરત: ગાંધીનગર ખાતે 6 થી 11 ઓક્ટોબર સુધી 36 મી નેશનલ ગેમ્સ યોજાનાર છે ત્યારે રોડ અને ટ્રેક સાઇકલિંગ માટે ગુજરાતના 21 માંથી સુરતના 13 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. જેને લઈને દક્ષિણ ગુજરામાં ખુશીનું વાતાવરણમાં સર્જાયું છે.

DecisionNewsને મળેલી માહિતી મુજબ આ નેશનલ ગેમ્સના ખેલાડીઓની પસંદગી કરાઈ છે તેમાં રોડ સાઇકલિંગમાં અંકિતા વસાવા નામની આદિવાસી દીકરીની પણ સામેલ કરાઈ છે. ગાંધીનગરમાં માત્ર રોડ સાઇકલિંગ સ્પર્ધા યોજાશે જ્યારે ટ્રેક સાઇકલિંગ દિલ્હી ખાતે 1 થી 4 ઓક્ટોબર સુધી યોજાશે,

રોડ સાઇકલિંગમાં ગુજરાતના 16 માંથી સુરતના 9 અને ટ્રેક સાઇકલિંગના 5 માંથી સુરતના 4 ખેલાડીઓની પસંદગી થઈ છે. હવે દરેક સ્પર્ધામાં કે વિવિધ ક્ષેત્રમાં આદિવાસી યુવાનો પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે.એને લઈને આદિવાસી સમાજમાં માહોલ જામ્યો છે.