સુરત: ગતરોજ સુરતમાં GST સુપ્રિટેન્ડન્ટ માસિક પગાર રૂપિયા 1.40 લાખ લેતો સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ACBએ ગોઠવેલા છટકુંમાં ફસાય ગયા હોવાની ઘટના બહાર આવી છે આ લાંચિયાના નિવૃત્તિના 8 વર્ષ બાકી છે.
VTVના અહેવાલ અનુસાર નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર સુશીલ અગ્રવાલ (52) (રહે, સિટીલાઇટ. મૂળ રહે, રાજસ્થાન) એ ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકનાજીએસટી રિફંડના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયાએ લાંચની રકમ ટેબલના ડ્રોઅરમાં મુકી દીધી હતી. આમ ACBએ છટકુંમાં સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
શક્ય છે કે રિફંડના નાણાં રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે આ જ રીતે બીજા ઘણા લોકો પાસેથી રૂપિયા લીધા હોઇ શકે છે. ACB છેલ્લા 6 મહિનાની રિફંડ રિલીઝ કર્યા હોય તેવી ફાઇલોની તપાસ કરાવે તો કદાચ મોટું કૌભાંડ બહાર આવી શકે છે.











