સુબીર: આજરોજ સુબીર ખાતે આવનારી ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ રજુઆતના પ્રમુખ મોતિલાલભાઈ ,ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી શ્રી. બી.એમ.સંદીપ તથા ડાંગ જિલ્લા પ્રભારી અને કોંગ્રેસના નેતા મુકેશભાઈની હાજરીમાં એકલનારી શક્તિ મંચ ડાંગ તેમજ સુબીર તાલુકા યુવા સંગઠન વતી આવનારી ચુંટણી ઢંઢેરાને ધ્યાનમાં રાખીને વંચિત સમુદાયના પ્રશ્નોને પાર્ટીના મેનિફેસ્ટોમાં સામેલ કરવા માટેની રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ મહિલા ના ૮ % મહિલાઓ એકલવાયું જીવન યાપન કરી રહી છે. ગુજરાતમાં એકલ મહિલાઓની સંખ્યા કુલ મહિલા સંખ્યાના ૮ % એટલે કે ૨૩૭૧૧૩૦ છે, જેમાં વિધવા -૨૦૧૫૭૪૨, ત્યકતા–૭૨૩૪૬, છૂટાછેડા–૮૮૭૫૩, અવિવાહિત-૧૯૪૨૮૯ મહિલાઓનો સમાવેશ થાય છે. છતાં એમના સામાજિક, આર્થિક, વિકાસ અને સુરક્ષા માટે કોઈ વિશેષ સુવિધા ન હોવાના કારણે એકલ મહિલાઓને પોતાના જીવન યાપન કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે .
એકલનારી શક્તિ મંચની કામગીરી દરમ્યાન થયેલ અનુભવોને આધારે ગુજરાતની એકલ મહિલાઓના મુદ્દાઓ પ્રત્યે પાર્ટીનું ધ્યાન દોરાય અને ગુજરાતની એકલ મહિલાઓના પ્રશ્નોને ચૂંટણી ઢંઢેરામાં મૂકે તે અંગે રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓને મેનિફેસ્ટોમાં મૂકશે એવી બાહેધરી આપી છે