ઉમરપાડા: આજરોજ સુરત જિલ્લાના છેવાડે આવેલ અંતરીયાળ વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકાના ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરહદ ધરાવતા ચારણી ગામના યુવા સુરેન્દ્ર વસાવાની કબડ્ડી રમત રાજય કક્ષાની ટીમમાં પસંદગી પામ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ખુશી માહોલ સર્જાયો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તેઓ હાલમાં સુરત ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યાં છે. પોતાની સુરત જિલ્લાની ટીમનું પ્રતિનિધિત્વ કરીને તેમનું કબડ્ડી રમત પ્રત્યેનો જોમ અને જુસ્સાથી સતત પોતાની ફરજ સાથે કબડ્ડી રમત સાથે લગાવ થી તેમના પ્રદર્શન થી રાજય કક્ષાની ટીમમાં પસંદગી થઇ છે.

તેમનાં સ્કિલ અને તેમના આત્મવિશ્વાસ સાથે રમીને તેઓનુ ઉત્કૃષ્ટ દેખાવ થી તેઓનું કબડ્ડીની ઓલ ઇન્ડિયા કબડ્ડીમાં સિલેક્શન થતાં સમસ્ત આદિવાસી સમાજનું રમત-ગમત ક્ષેત્રે એક મિશાલ ઉભી કરી રહ્યા છો, તો આપને અને આપના સાથીઓને સમસ્ત ગૃપ અભિનંદન પાઠવે છે અને આવનાર સમયમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરો એવી અપેક્ષા રાખે છે.