ધરમપુર: સરકારના રોડના વહીવટીતંત્ર એ તમામ શરમ નેવે મૂકીને વાંરવારની લોકોની રોડ પર પડેલા ખાડાઓ બાબતે રજુવાત કરવા છતાં પણ ધ્રુતરાષ્ટ્ર બની રહ્યું છે અને લોકોની પડખે ઉભા રહી સમાજસેવા કરતાં સમાજસેવકો પણ હવે ખાડાનો ભોગ બની રહ્યા છે ત્યારે સરકાર આવનારા સમયમાં પોતાની સત્તા પરથી ખસવાનો રસ્તો તૈયારી કરી રહી છે એવું જણાય રહ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ જાણીતા સમાજસેવી નીલમભાઈ પટેલની ગાડીને અમદાવાદ થી વલસાડ હાઇવે પર આવતા હાઈવે પર પડેલા ખાડાઓને કારણે અકસ્માત થયો હતો લોકોના દુઃખ હરતા સમાજસેવકને લોકોની દુઆ લાગી અને તેમનો આબાદ બચાવ થયો હતો. લોકોની આટલી રજુવાતો હોવા છતાં સરકાર આ રોડના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને લોલીપોપ લેતા અધિકારીઓ સામે પગલાં કેમ લેતી નથી એ વિચારવા જેવી વાત છે હવે ચુંટણીના ગણતરી દિવાસો બાકી છે ત્યારે આ પ્રકારની ઘટના સ્થાનિક રાજકારણનું સમીકરણો બદલી નાખશે એવું એવું લોકો કહી રહ્યા છે.
આપણે ત્યાં કોઈ મંત્રી કે પક્ષના હોદ્દેદારોને ગાય શિંગડું પણ મારે તો હેડલાઈન બની જતી હોય છે જ્યારે આવા સમાજના ઉત્થાન માટે કામ કરતા મહત્વપૂર્ણ વ્યક્તિઓની સરકારને કેટલી કદર છે તે હવે આવનારા સમયમાં સરકાર રસ્તા પર પડેલા ખાડાઓ બાબતે કેવા પગલાં ભારે છે તેના પરથી ખબર પડી જશે. જો સરકાર સત્વરે નહીં જાગે તો એ જ ખાડામાં કદાચ લોકો સરકારને પાડી દેશે એ દિવસ દૂર નથી.