ખેરગામ: ગતરોજ ખેરગામ મામલતદાર, પોલિસતંત્ર અને સરપંચને છેલ્લા કેટલાંક સમયથી ભયજનક રીતે હંકારાવમાં આવતા ભારે વાહનો ખાસ કરીને ક્વોરીના વાહનો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી ચેતવણી આપવામાં આવી હતી કે જો તંત્ર આ બાબતે જવાબદાર લોકો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી નહીં કરે અને એના લીધે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીને ગંભીર ઇજા કે મૃત્યુ થયું તો લોકો કાયદો હાથમાં લેતા અચકાશે નહીં.
કારણકે ડ્રાઈવરોને વારંવારની મૌખિક ચેતવણી આપવા છતાં વાહનચાલકો ગફલતભરી રીતે ઓવરસ્પીડમાં ગાડી ચલાવતા હોય છે.થોડા દિવસ પહેલા જ એક આશાસ્પદ યુવાનનું ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ થયું હતું અને એના ઘરે બાળકના જન્મની ખુશીઓ ભરેલો છઠ્ઠીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
આ બાબતે સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ, ખેરગામ મિન્ટેશ પટેલ દ્વારા આ બાબતે મીડિયા સાથે ચર્ચા કરતા જણાવવામાં આવ્યું હતું કે અમે તંત્ર પાસે ઓવરસ્પીડ અટકાવવા જાહેર નોટિસ અને ગતિમર્યાદા દર્શાવતા સાઈનબોર્ડ મુકવાની માંગણી કરી છે,હવે પછી કોઈપણ દિવસ અકસ્માત થશે અને પ્રજા કાયદો હાથમા લેશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. ઉપરાંત બહુચર્ચિત રાજસ્થાનના દલિત બાળક ઇન્દ્ર મેઘવાળની સવર્ણ શિક્ષકના માટલામાંથી પાણી પીવા જેવા જાતિગત કારણોસર એના અધ્યાપક છૈલસીંગ દ્વારા હત્યા કરવામાં આવતા ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 15મી ઓગસ્ટના રોજ સર્વસમાજ દ્વારા મૌન પડાવી પોતાનું દુઃખ વ્યક્ત કરવામાં આવેલ હતું, જેના પરત્વે મામલતદાર ખેરગામને અનુલક્ષીને આરોપી અધ્યાપકને ઉદાહરણરૂપ સજા મળે એવી લેખિતમાં માંગ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉમેશ પટેલ વાડ,કીર્તિ પટેલ,ઉમેશ મોગરાવાડી ટીમ સાથે,ડો. કૃણાલ,નિમેષ,વિકાસ, ભાવેશ, ભાવિન, ઉમેશભાઈ મોગરાવાડી, પંકજ, મયુર, કૃણાલ, જીતેન્દ્રભાઈ, હિરેન, હર્ષદભાઈ, મહેશભાઈ, શીલાબેન, નીતા, વંદના, અનિતાબેન સહિતના અનેક યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

