ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે, TDO શ્રી ધરમપુર મારફત મુખ્યમંત્રીશ્રીને તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અને મહામહિમ રાજ્યપાલશ્રીને ઇન્દ્ર મેઘવાલની હત્યાના આરોપીને ફાંસીની સજા આપી ન્યાય આપવા બાબતે રજૂઆત કરવામાં આવી

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,સરપંચ સંઘના પ્રમુખશ્રી રાજેશ પટેલ, નડગધરી સરપંચશ્રી દિનેશભાઇ, મોહના કાવચાળી સરપંચશ્રી દેવું ભાઈ,કોરવળ સરપંચશ્રી મખું ભાઈ, હાજર રહ્યા હતાં અને આગામી સમયમાં લોકોને પડી રહેલ હાલાકીને ધ્યાને રાખી તલાટીશ્રીઓની માંગણી પુરી કરવા આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી

કલ્પેશ પટેલ જણાવે છે કે આવનાર સમયમાં જો લોક સમસ્યાને દૂર કરવા માટે તલાટીઓની હડતાળને રોકાવી ખૂબ જ જરૂરી છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારના લોકો ક્ચેરીઓના કામને લઈને ખૂબ જ અટવાઈ રહ્યા છે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.