ધરમપુર-કપરાડા: આજરોજ ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકાના ગામોને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્ચેનો પુલ ધોધમાર પડેલા વરસાદના પાણીના પહેલા જ પૂરમાં તૂટી ગયો હતો તેની જાણ તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર કર્યા હોવા છતાં હજુ સુધી  કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

Decision Newsને મળેલી માહિતી મુજબ જુલાઈ મહિનામાં આવેલ પૂરમાં આ પુલ પર અને રસ્તામાં ખાડા પડી ગયાં છે જુલાઈ મહિનો વીતી ગયા અને ઓગસ્ટ મહિનો પૂરો થવાનો તેમ છતાં કોઈ નું પુલ તૂટેલી હાલતમાં છે ઢાંકવળ થી નાંદગામ જવા માટે 2 કિલોમીટર નું અંતર થાય છે ત્યાં હાલ 10 કિલોમીટર ફરીને જવા લોકોમજબૂર થઈ ગયા છે આ પુલ ફક્ત બે ગામોને નહીં પરંતુ નાશિક અને કપરાડાને જોડતો રસ્તો છે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે સ્થાનિક લોકોના ફરિયાદના આધારે વહીવટી તંત્રને વિંનતી કરું છુ કે તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે નહિ તો આગામી દિવસમાં આ પ્રજાના હિત ને ધ્યાંને રાખી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી ફરજ ના ભાગ રૂપે આ કામના તંત્ર વિરુદ્ધ કાર્યક્રમ આપવાની ફરજ પડે છે જેની નોંધ લેવી.