ચીખલી: શ્રી જયપાલસીંગ મુંડા ” આદિવાસી યુવા વિકાસ ગ્રૂપ દ્વારા ગતરોજ ધરમપુરના મોડેલ સ્કૂલ, માલનપાડામાં આંબાની કલમ, લીંબુની કલમ, જમરૂખ, બદામના જેવા ફળદાયી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું જેથી શાળાના બાળકો એનો લાભ લઇ શકે.

આ મુદ્દે આ ઉભરતા યુવાજૂથ માટે શાળાના પ્રિન્સીપાલ વર્ષાબેન પટેલનું કહેવું હતું કે મોટાભાગે વૃક્ષો જે તે જગ્યાએ આપી દેવામાં આવે, ને શાળા પોતાની રીતે તે રોપવાનું આયોજન કરે.- પણ આ યુવાનોએ વૃક્ષો રોપવાની આગવી અને પ્રશંસનીય કાર્યશૈલીની શરૂઆત અમારી મોડેલ સ્કૂલ, માલનપાડાથી કરી.- શાળાને કયા પ્રકારના વૃક્ષોની જરૂર છે, તે પૂછવામાં આવ્યું.. – તે મુજબના વૃક્ષો અને રોપવાના સાધનો પોતે જ લાવ્યા.. – વૃક્ષો રોપવા આસપાસનું નિદામણ જાતે કાઢી, જાતે ખાડા ખોદી વૃક્ષ રોપ્યા..,તેને ટેકા માર્યા. આમ, એમના દ્વારા 10 આંબાની કલમ, 5 લીંબુની કલમ, 4 જમરૂખ, બદામના વૃક્ષો રોપવામાં આવ્યા.

 આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિ આગળ વધે એ માટે શ્રી જયપાલસીંગ મુંડા ” આદિવાસી યુવા વિકાસ ગ્રૂપના સુનિલભાઈ માહલા, હનમતમાલ.. વિજયભાઈ, હિરેનભાઈ, વિનોદભાઈ, અજયભાઈ, કૃષ્ણાભાઈ જેવા હાજર રહ્યા હતા.