ચીખલી: વિશ્વ આદિવાસી દિન ૯ ઓગષ્ટની ઉજવણી ગુજરાત રાજ્યના દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ ખૂબ જ સફળતાપૂર્વક બિન રાજકીય રીતે કરી આદિવાસી જાગૃતિનો બધાને અહેસાસ કરાવવા માટે આયોજકો અને તમામ લોકોને અભિનંદન.
Decision News ને મળેલી માહિતી મુજબ હવે પછી આપણા અસ્તિત્વને પડકારતી ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે રાજ્યકક્ષાએ સંગઠીત થવાની જરૂર છે. એકલ દોકલ સંગઠનથી ઉકેલ આવી શકે તેમ નથી.માટે ૯ ઓગષ્ટ ની ઉજવણી કરનાર દક્ષિણ ગુજરાતના તમામ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો સાથે ૧૩ સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે ભેગા મળીને આપણી સંસ્કૃતિના જતન અને અધિકારો માટે સજ્જ બનીએ.
આજે બપોરે ૨.૦૦ વાગ્યે સ્થળ- શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈ તા.ચીખલી જી. નવસારી ખાતે ચર્ચા વિચારણા અને આયોજન માટે નીચેના સ્થળે અને સમયે ભેગા મળીએ.

