અરવલ્લી: મેઘરજ તાલુકાના પંચાલ ગામની શાળા ગતરોજ ગુજરાત કલ્યાણી ગ્રુપ પ્રેરિત સદભાવના સમિતી ગુજરાત તથા “પકૃતિ નવસર્જન ટ્રસ્ટ” દ્વારા ચોપડા વિતરણ, વૃક્ષારોપણ અને સદભાવના સમિતી રચના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પંચાલ ગામની શાળા ગતરોજ ગુજરાત કલ્યાણી ગ્રુપ પ્રેરિત સદભાવના સમિતી ગુજરાત તથા “પકૃતિ નવસર્જન ટ્રસ્ટ” દ્વારા ચોપડા વિતરણ અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ અને બાળકોના બહેતર ભવિષ્ય તરફ કામગીરી હતી.
ગુજરાત કલ્યાણી ગુજરાત કલ્યાણી ગ્રુપના પ્રણેતા શ્રી મહેશભાઈ ભુસારા, યુનિક સ્ટાર ઓફ ઇન્ડિયા શ્રી મતિ ચંદ્રિકા બેન, સદભાવના સ્ટાર ઓફ ઇન્ડિયા શ્રી આશિષભાઈ ડામોર, યુનિક સ્ટાર ઓફ ગુજરાત શ્રી કેતનભાઈ ભગોરા, શાળાના આચાર્ય શ્રીમતિ સવિતાબેન ઢુશા, શ્રી જીવણભાઈ માલવિયા, રમણભાઈ ડામોર, રણછોડભાઈ અસારી, ઇશ્વર ભાઈ ભગોરા, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ..ગ્રામ જનો ની ઉપસ્થિત રહ્યા હતા.











