ધરમપુર: હાલમાં જ ધરમપુર તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે ઉંડાણ વિસ્તારના પેણધા ગામના આદિવાસી પરિવાર જલુભાઈ લાડકભાઈ વળવીનું મકાન ધરાશાયી થવાની ઘટના બહાર આવી છે હાલમાં મળેલી જાણકારી મુજબ સદનસીબે જાનહાની ટળી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ધરમપુરના ઉંડાણ વિસ્તારમાં પેણધા ગામે આદિવાસી પરિવાર જલુભાઈ લાડકભાઈ વળવી નું આવેલું રહેણાંક મકાન ભારે વરસાદ પછી તૂટી પડયું હતું. જે મકાનમાં રહેતા 6 જેટલા બાળકો સહિતના સભ્યો રહેતા હતા. મકાન ધરાશાયી ઘટના વખતે સદનસીબે જાનહાની ટળી હતી પરિવારના અમુક સભ્યન નજીવી ઇજાઓ થઈ હતી. મકાન ધરાશાયાની જાણ થતાં પરિવાર અને નજીકમાં રહેતા યુવાનો વડીલોને મદદે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં પરિવાર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈપણ વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી. તલાટી કમ-મંત્રી હાલમાં હડતાળ પર હોવાથી પરિવારજનોને મુશ્કેલી ઉભી થઇ છે.