વાંસદા: સ્વાસ્થ્યનું મંદિર ગણાતા હોસ્પિટલમાં જ્યારે ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં લોકો સારા નહિ ઉલટાના વધુ બીમાર થાય છે એ જ હાલાત હાલમાં વાંસદા તાલુકાની કોટેજ હોસ્પિટલ છે ત્યારે એમાં ગંદકી અને સાફ સફાઈ કે સ્ટાફની દર્દીઓ પ્રત્યેની બિનકાળજી રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીયોમાં..
ગતરોજ વાંસદા સરપંચ એસોસીએશનના પ્રમુખ, BTTS વાંસદાના પ્રમુખ સાથે જ દુબળ ફળિયાના સરપંચ મહેન્દ્ર પટેલ કોટેજ હોસ્પીટલની મુલાકાતે પોહ્ચ્યાં હતા તેઓ Decision Newsને જણાવે છે કે અહી દર્દીઓના વોર્ડમાં ખુબ ગંદકી છે અહી તાલુકાના ગામડાઓમાંથી લોકો સારા થવા માટે આવતાં હોય હોય છે પણ હોસ્પિટલમાં સાફ સફાઈમાં રાખવા આવતી બેદરકારીના કારણે વધુ બીમાર પડતા હોય એવો માહોલ જોવા મળે છે તેમણે વધુમાં કહ્યું કેદર્દીઓની જ્યાં દવા મુકવામાં આવે છે ત્યાં પણ સાફ સફાઈ નથી અને અહી ફરજ બજાવતા અમુક ડોકટરો પણ પોતાની ચાલુ ડયુટીએ પોતાના અંગત કર્યો કરવા બહાર જતાં રહે છે આ બધા વચ્ચે દર્દીઓ પોતાને સલામત કેવી રીતે મહસૂસ કરી શકે આ બો મોટા ચિંતાનો પ્રશ્ન છે આ બાબતે વહીવટીતંત્રએ ઝડપથી ધ્યાન લઇ ચોક્કસ પગલાં લેવા જોઈએ નહિ તો દર્દીઓના આરોગ્ય સાથે ખિલવાડ ચાલુ જ રેહશે જો આ બાબતે ધ્યાન ન આપવામાં આવ્યું તો આવનારા સમયમાં BTTS આંદોલનના રસ્તે જશે એમાં બે મત નથી.

