ચીખલી: જન્માષ્ટમી પાવન પર્વ પર ચીખલીમાં જુગારધામ પર પોલીસની રેડ, 24 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી ચીખલી પોલીસની જુગારધામ પર સફળ કાર્યવાહી કરતાં જુગાર રમતા 56 શકુનિઓ ઝડપાયાની વાતો પોલીસ દ્વારા જાણવા મળી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આમધરા ગામના સામર ફળિયા વિસ્તારમાં 24 જેટલા લોકો જુગાર રમતા ઝડપી પાડી તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ ને 1 લાખ 2 હજાર 410 નો મુદ્દા માલા જપ્ત કર્યો છે.

ચીખલી માંથી સાતમ આઠમમાં જુગારધામ પર પોલીસની રેડ, 24 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી હાલમાં તેમની પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.