ધરમપુર: ગતરોજ ધરમપુરના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળા 19 ઓગસ્ટ 1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 67 વર્ષ પૂર્ણ થયા તેની શાળામાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી

Decision News સાથે વાત કરતાં kalpesh પટેલ જણાવ્યું કે મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળા 2122 વિધાર્થીઓ ભણી ગયા છે અને શાળામાં ‘બોલેગા બચપન’ કાર્યક્રમ અંતર્ગત રોજના એક બાળકને બોલવાનું ગોઠવામાં આવ્યું હતું જેનાથી જાહેર મંચ પર બોલવા માટે ટેવાય અને બાળકોમાંથી ડર નીકળી જાય એવો પ્રયાસ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો જે ખરેખર વિદ્યાર્થીઓને ભવિષ્ય ઘડતર માટે આવનારા સમયમાં ઉપયોગી થશે.

આજે મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં ભારત દેશનું બંધારણનું જ્ઞાન બાળકોને અપાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, મારા સાથી મિત્ર માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ માજી સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ ભાઈ,શિક્ષક મિત્ર, વડીલો અને યુવા દોસ્તો હાજર રહ્યા હતા