વલસાડ: ભલે દુનિયા ગમે તેટલી પ્રગતિ કરી ચુકી હોય પરંતુ ગરીબી હજુપણ ગરીબો માટે અભિશ્રાપ સમાન જ છે. વલસાડ જિલ્લાના ઘરેણાં સમાન ગણાતા કપરાડા તાલુકાના વિરક્ષેત્ર ગામ ખાતે 2 દિવસ જૂનું વાસી ભાત ખાવાથી ફૂડ પોઇઝનિંગની અસરથી 2 બાળાઓ સારવાર મળી રહે તે પહેલા જ મૃત્યુ પામી te પરિવારના મુલાકાતે ખેરગામના યુવા તબિબ અને સેવાભાવી સામાજિક અગ્રણી ડો. નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમ પોહચી હતી.

સ્થાનિકો દ્વારા ડો. નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમને જાણવું મળ્યું કે બાળકીઓના દાદાને રતાંધણાપણું જે વંશપરંપરાગત ચાલતું આવેલું હોય પરિવાર પારાવાર મુશ્કેલી અને દારૂણ ગરીબીમાં જીવી રહેલ હતો.આથી ખેરગામના યુવાનો દ્વારા પરિવારને આશરે 1 મહિના ચાલે એટલું અનાજ-કરિયાણું આપવામાં આવ્યું. ત્યાંથી છાત્રનેતા દિવ્યેશ શીંગાડેના પરિવાર દ્વારા મહારાજ યુવરાજ શીંગાડેના ગુરુપદે પવિત્ર શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાલતી સપ્તાહમાં હાજરી આપી હતી અને આદિવાસીઓના હક-અધિકારો અંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી જેનાથી લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

મુસ્તાનસીર વ્હોરાએ આપસમાં વેરઝેર ભૂલી હિંદુ મુસ્લિમ એકતા જાળવી, વ્યસનમુક્ત બની દેશની પ્રગતિમા આદિવાસી સમાજને આગળ આવવા હાકલ કરી હતી.આ પ્રસંગે ખેરગામના કીર્તિ પટેલ, મિન્ટેશ પટેલ, મુસ્તાનસીર વ્હોરા, વિકાસ પટેલ, જીતેન્દ્ર પટેલ, નિમેષ પટેલ, મયુર, છાત્રનેતા દિવ્યેશ શીંગાડે, માધુભાઈ, ગામના માજી સરપંચ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.