ચીખલી: સમગ્ર ચીખલી વિસ્તારમાં ફરી મેઘરાજા મનમૂકીને વરસતા કાવેરી,અંબિકા અને ખરેરા સહિતની લોકમાતા ફરી બે કાંઠે વહેતી લોકોના નજરે ચડી હતી. કાવેરી નદીના ચીખલી ગોલવાડ અને તલાવચોરા સ્થિત જુના લો લેવલ પુરના પાણીમાં ડૂબી ગયા હતા
Decision News સાથે જોડાયેલા નિલેશ પટેલનું કહેવું હતું કે ચીખલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વરસાદ ચાલુ હતો પણ છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદના લીધે અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને કાવેરી, અંબિકા અને ખરેરા જેવી સ્થાનિક લોકમાતા નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી
તેમણે જણાવ્યું કે હાલમાં આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે ડાંગર સહિતના પાકોને રાહત થશે એમ એમનું માનવું છે ચીખલીમાં છેલ્લા કલાકોમાં 3.88 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું હવામાન ખાતું જણાવે છે.