ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને પંચાયત વિભાગના તલાટી-કમમંત્રીશ્રીઓના આંદોલન સમયના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 02 ઓગસ્ટ 2022 થી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર હોઈ અને જેના કારણે લોકોને ખુબજ તખલીફ અને હલાકીનો નો સામનો કરવો પડી રહ્યો હોઈ એમના પડતર પ્રશ્નો અંગે લોકમાંગણીને ધ્યાને રાખી એમના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ સરકાર દ્વારા તલાટી-કમ મંત્રીશ્રીના પડતર પ્રશ્નો મુદ્દે કોઈ પગલાં લઇ નથી રહી અને એમના આંદોલનના કારણે ગ્રામજનો કામો અટવાઈ રહ્યા છે જો આ જ પરિસ્થિતિ રહેશે તો ગામમાં તાલુકામાં અને જિલ્લાઓમાં અશાંતિનો માહોલ સર્જાશે જે સંદભે સરકારે આગમચેતી રાખવી જોઈએ.

