દાનહ: દાદરા નગર હવેલીમાં માંદોની ની પટેલપાડા પાસે મંગળવારે મુસાફરો ભરી ખાનવેલ થી બેડપા તરફ જતી મીની બસ ચાલકે એસ્ટ્રીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈટ એક ઝાડ સાથે અથડાતા અકસ્માત થતાં 35 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ બસ ડ્રાઈવરમાં ફસાઈ જતા પોલીસ અને રસ્તાની કોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ઝાડ સાથે ટકરાઈને અટકી જતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. અકસ્માતમાં ઘાયલોમાં 28 વ્યક્તિઓને સામાન્ય ઇજા હોવાને કારણે 108 ની એમ્બ્યુલન્સ દ્વારા ખાનવેલ સબ જીલ્લા ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતા
આ 28 પૈકી 8 વ્યક્તિઓને નાના બાળકો સહિત પગેને ભાગને લાગતા ફેક્ચર હોવાને કારણે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાર હોવાને કારણે સેલવાસ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.