મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણની દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. 49 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, માત્ર એક વ્યક્તિની હાલત ગંભીર છે. હાલમાં મળેલી માહિતી મુજબ ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયો હતા, હાલ ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે..

જણાવવામાં આવી રહ્યું છે કે રાયપુરથી નાગપુર જઈ રહેલી માલગાડીને પાછળથી આવતી પેસેન્જર ટ્રેને ટક્કર મારી હતી. ગતરોજ મહારાષ્ટ્રના ગોંદિયામાં બપોરે લગભગ 2.30 વાગ્યે બે વચ્ચે થયેલી દુર્ઘટનામાં ઘાયલ હજુ સુધી કોઈપણ મુસાફરના મોત અંગે કોઈ માહિતી સામે આવી નથી.