ચીખલી: થોડા દિવાસોથી ચીખલી તાલુકાની રાનકુવા GEB પેટા વિભાગની ઓફિસનો રીઠો વહીવટ કરવામાં આવી રહયાનું સામે આવ્યું છે ત્યારે ગતરોજ કુકેરી, સુરખાઈ ગામના લોકો દ્વારા કયાં કારણો સર બંધ કરવામાં આવ્યાના કારણ તપાસવા સુરખાઇ GEB પોહચી ગયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ છેલ્લા 3/4 દિવસથી લાઈટનો કાપ જોવા મળ્યો હતો. જ્યારે ગતરોજ રાબેતા મુજબ લાઈટ જાતાં કુકેરી, સુરખાઈ અને આજુબાજુના લોકો દ્વાર હેલ્પ લાઇન નંબર પર ફોન કરી GEBનો પાવર કયાં કારણો સર બંધ કરવામાં આવ્યાંનું કારણ પૂછવામાં આવ્યું હતું પણ એમનો નંબર બંધ આવ્યો હતો. જ્યારે ઉગ્ર બનેલાં યુવકો સુરખાઈ ખાતે આવેલ GEBની ઓફિસ ખાતે આવી ગયાં હતાં. ત્યારે ઓફિસ પર કોઈ જ માણસ હાજર ન હતો અને વારંવાર ફોન કરતા કોઈ પણ સક્ષમ અધિકારીનો ફોન લાગ્યો ન હતો.

ત્યારે વર્તમાન સમયમાં ચીખલીના કુકેરી, સુરખાઈ ગામના યુવાનો જણાવે છે કે મેન્ટેનન્સના નામ પર ચોમાસાં પહેલાં જે કાપો મૂકવામાં આવે છે ત્યારે શું કામગીરી કરી ? ત્યારે જોવાનું એ રહ્યો કે આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવશે?