ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ગામડાઓના લોકોમાં જનજાગૃતિ લાવી અંડર ધ મેંગો ટ્રી સોસાયટી નામની સંસ્થા દ્રારા વૃક્ષો વાવો, જીવન બચાવો, મધમાખી પાળો અને ખેત ઉત્પાદન વધારોના નારા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો .
Decision Newsને મળેલી માહિતી મુજબ અંડર ધ મેંગો ટ્રી સોસાયટી નામની સંસ્થા છેલ્લા સાત વર્ષથી ડાંગના ખેડૂતોને માર્ગદર્શન આપી તેમની આવકમાં વધારો કરવાની સાથે સાથે તેમનું જીવન ધોરણ પણ સુધારી રહી છે. આ સંસ્થા મુખ્યત્વે સ્થાનિક મધમાખી જેવી કે મહવર અને કોતીના મધમાખી ઉછેરથી ખેડૂતોની ખેતીની ઉપજમાં થતાં વધારા થકી આવકમા પણ વધારો થાય એવા પ્રયાસ સાથે ખેડૂતોને મધમાખી પાલન કરવાની તાલીમ આપી રહી છે.
આજના વૃક્ષારોપણ કાયૅક્રમમાં ચિખલી ગૃપ ગ્રામપંચાયતના સરપંચ શ્રી રતિલાલભાઇ ગાવિત સભ્યશ્રી રમેશભાઈ માહલા, ગામના આગેવાનો અને અંડર ધ મેંગો ટ્રી સોસાયટી સંસ્થાના પ્રોગ્રામ એસોસિએટે રાજેશ માલવી અને સ્ટાફ જોડાયા હતાં. વૃક્ષા રોપણ કાર્યક્રમ ચીખલી માધ્યમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો.

