વલસાડ: 27 જૂલાઇથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાળને લઈને ગ્રામપંચાયતોના જે કામો અટવાયા છે તે મુદ્દે વલસાડનું જિલ્લાના વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને તલાટીની સંપૂર્ણ કામગીરી રેવન્યુ તલાટીઓબે આપવાનો હુકમ TDO અને મામલતદાર આપવામાં છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાની 382 ગ્રામપંચાયતોના તલાટીઓ હડતાળમાં પોતાના પ્રશ્નોને લઇ જોડાયા છે જેને લઈને હાલમાં ગામોમાં લોકોને મહત્વના કામો પુરા કરવામાં ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે જિલ્લાના વહીવટીતંત્ર રેવન્યુ તલાટી તમામ તલાટીની સતત આપવાનો નિર્ણય લીધો છે.
વલસાડ એસડીએમ અને ડે. કલેકટરે રેવન્યુ તલાટીઓને મહત્વના પ્રમાણપત્રો ઇસ્યુ કરવા ટીડીઓ, મામલતદારને પણ હુકમ કર્યો છે. જેમાં જન્મમરણ, જાતિ, રહેઠાણ, પેઢીનામા જેવી કામગીરી કરવા જણાવ્યું હતું. છેલ્લા 10 દિવસથી તલાટીઓની લડત ચાલુ છે ત્યારે તંત્રનું આ પગલું કેવા સમય લાવશે એ જોવું રહ્યું.