ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાનાં છેવાડે આવેલ ખૌટારામપુરાની સ્કુલમાં પુર્ણ આદિવાસી વિધાર્થીઓ ભણે સૌને પોતાની સંસ્કૃતિ અને સ્વામાન સાથે ઉમર ભેર તમામ સ્કુલ બાળકો અને તમામ સ્ટાફ સૌ‌ આદિવાસી સંસ્કૃતિ પરંપરા પહેરવેશ સાથે કાર્યક્રમ યોજાયો.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી સંસ્કૃતિ પરંપરા પહેરવેશ સાથે કાર્યક્રમમાં સુંદર તૈયાર થયેલા વિદ્યાર્થીઓ એક થી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રીમતી ચંદનબેન વસાવા,ગામના અગ્રણીઓ જીવાભાઇ સાથે અગ્રણીઓ, શ્રી એક્શન યુવા ગૃપના વિજય વસાવા ઉપસ્થિતિમાં કાર્યક્રમ સાથે કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઇ ‌ચૌધરીએ આયોજન અને તમામ સ્ટાફ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

સામાજિક ક્ષેત્રમાં કામ કરતાં વિજય વસાવા જણાવે છે કે અમે આદિવાસી સમાજની સંસ્કૃતિના સિંચન કરી રહ્યા છે અમે આજની યુવા પેઢીને તૈયાર કરી રહ્યા છે. વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે આ બાળકો પોતાની કૃતિ રજુ કરે એના ભાગરૂપે અમે તૈયારી કરાવી હતી.