ધરમપુર: આવનાર 14 થી 16 ઓગસ્ટ સુધી વલસાડના જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલ ગિરિમથક વિલ્સન હિલ ઉપર મોન્સૂન ફેસ્ટીવલની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રથમ મોન્સુન ફેસ્ટિવલના આયોજન કલેકટર ક્ષિપ્રા એસ.આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં 31 જુલાઈએ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી પરંપરાનું પ્રદર્શન, ફોરેસ્ટ ટ્રેકિંગ, મેળો, ફોટોગ્રાફી પ્રદર્શન તેમજ અલગ અલગ વસ્તુઓ અને ખાણી-પીણીના સ્ટોલ લગાવવાની સાથે પર્યટકો માટે પાર્કિંગ, શૌચાલય તેમજ વીજ કનેક્શન અને બીજી જરૂરી વ્યવસ્થાઓનું સુચારુ રૂપે મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

મોન્સુન ફેસ્ટિવલની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રાંત અધિકારી ધરમપુર , પ્રાયોજના વહીવદાર, નાયબ વનંરક્ષક ઉત્તર- દક્ષિણ, નાયબ પોલીસ અધિક્ષક, તેમજ વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.