ધરમપુર: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્રની નફ્ફટાઈ ભરી કામગીરીને લોકો સાથે કરેલા અન્યાયને લઈને આજરોજ ધરમપુર કચેરીએ પ્રાંત સાહેબશ્રીને રજુવાત કરવામાં આવી હતી.
જુઓ વિડીયો..ધરમપુરના આગેવાનો નો શું કહેવું છે..
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના વહીવટીતંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે ત્યારે ફક્ત શેરીમાળ ફાટક થી માલનપાડા હેલિપેડ સુધી જ રસ્તો બનવવામાં આવ્યો અને બાકીનો આખો રોડ બિસ્માર હાલતમાં જ છે તો શું બે કલાક માટે આવતા મુખ્યમંત્રીને સારું લગાડવા માટે તંત્ર લાખો રૂપિયાનો રોડ એક દિવસમાં તૈયાર કરી શકે છે અને લોકો લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે પણ તંત્ર આંખ આડા કાન કર્યે રાખે છે જે બાબતને લઈને લોકો આક્રોશમાં આવી ગયા છે અને જો તાત્કાલિક ધોરણે બધા જ રસ્તા ન બનાવવામાં આવ્યા તો રસ્તા રોકો આંદોલન કરવાની લોકો ચીમકી આપી રહ્યા છે.
કલ્પેશ પટેલનું કહેવું છે કે ધરમપુર ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીશ્રી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે અને એ હોસ્પિટલમાં અમારા ધરમપુરના અને આજુબાજુના વિસ્તારના લોકોને ઉપયોગીરહે છે જેથી અમારો આ બાબતે કોઈ વાંધો કે વિરોધ નથી પરંતુ તંત્ર દ્વારા મુખ્યમંત્રીશ્રી ના આગમનને લઇને શેરીમાળ ફાટક થી માલનપાડા હેલિપેડ સુધી રસ્તો પુર ઝડપે બનાવી દેવામાં આવ્યો પરંતુ આ નેશનલ 56 વાપી થી ધરમપુર થી આંબા સુધી ખુબ જ બિસ્માર હાલતમાં છે તેમ છતાં-તો શું અમારા લોકો ટેક્ષ નથી ભરતા ? -શું મુખ્યમંત્રીશ્રી કે મંત્રીશ્રીઓ આવે ત્યારે જ તંત્ર રાતોરાત રોડ બનાવી દેવાનું ? -કેટલાય લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો છે એજ ખબર નથી પડતી જેથી તંત્રને વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને ફક્ત મુખ્યમંત્રીશ્રી જવાના હોઈ એટલો જ રોડ રાતો રાત બનાવી દેવામાં આવ્યો તેવી જ રીતે આ આખો રોડ તાત્કાલિક બનાવવો નહિ તો આવનાર દિવસોમાં રસ્તા બાબતે લોક માંગણીને ધ્યાને રાખીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અને મારી ફરજના ભાગ રૂપે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે જેની તંત્ર નોંધ લે.

