ખેરગામ: વલસાડ જિલ્લાના ઉદાસીન અને બેદરકાર તંત્રના કારણે ખેરગામથી વલસાડ જતો રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહેલ છે.આનાથી રોજબરોજ આવજાવ કરતા લોકોમાં આક્રોશ જોવા મળી રહેલ છે.લોકોને સતત પડી રહેલી તકલીફો માટે ખેરગામના આગેવાનો દ્વારા વલસાડ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી.
આ મુદ્દે ખેરગામના યુવા આગેવાન અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા Decision News સાથે વાતચીત કરતા જણાવવામાં આવેલ કે અમે નાના હતા ત્યારથી ખેરગામ વલસાડ રોડનો ઉપયોગ કરતા આવેલા છીએ, પરંતુ વર્ષોથી રોડની હાલત બિસ્માર જ રહેલી છે. બિસ્માર રોડને કારણે રોજિંદા રોડનો ઉપયોગ કરતા પંદરથી વિસ હજાર લોકોએ પારાવાર શારીરિક, માનસિક અને આર્થિક યાતનાઓ સહન કરવી પડી રહેલ છે.આવા ખરાબ રોડને કારણે દેશની ઇકોનોમીને મોટો ફટકો પડી રહેલ છે અને ઘણાલોકોએ પોતાના અને પરિવારના કિંમતી જાનમાલનું નુકસાન કરવા પડ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો આ મૂંગું બહેરું તંત્ર જો ટૂંક સમયમાં આ બાબતે ટૂંક સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે આંદોલન કરતા પણ નહીં અચકાઈશું તે તંત્ર ધ્યાને લે. આ પ્રસંગે ખેરગામના મુસ્તાનસીર વ્હોરા,મહેશ ભાનુશાલી, કીર્તિ પટેલ, કાર્તિક પટેલ, દલપત પટેલ, કૃણાલ પટેલ સહિતના આગેવાનો સાથે અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

