ચીખલી: નવસારી જિલ્લા તલાટી કમ મંડળના નેજા હેઠળ ચીખલી મંડળના પ્રમુખ નિલેશભાઈની આગેવાનીમાં પોતાના પડતર પ્રશ્નોના મામલે ચીખલી તાલુકાના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે ની જાણ પ્રાંત અધિકારી, મામલતદાર,ટીડીઓ સહિતનાને આવેદનપત્ર પાઠવી કરાઈ છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ 2018થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી નથી. આ પહેલા પણ 7મી સપ્ટેમ્બર 2021ના રોજ હડતાળનું એલાન કરાયું હતું કર્યું તે વખતે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોના સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાળ મોકૂફ રાખી હતી. આ બાંહેધરીને 9 માસ સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એકપણ પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવતા રાજ્ય તલાટી મંત્રી મહામંડળની કારોબારી સભામાં થયેલ ઠરાવ મુજબ 2 જી ઓગસ્ટથી રાજયના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળને પગલે ગામેગામ લોકોના કામો અટકી જશે જેના કારણે ખુબ જ મુશ્કેલીઓ ઉભી થશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે કામગીરી અને 13મી જુલાઈથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાની કામગીરીમાં અગવડતા ઉભી થશે એવું લાગી રહ્યું છે











