ડાંગ: એમ કહેવાય છે કે આદિવાસી સમાજ વિકાસશીલ વિચારધારા સાથે બહુ ઓછો જીવે છે અમુક અંશે આ વાત કદાચ હોય શકે પણ આદિવાસી સમાજના અમુક નેતાઓ મુશ્કેલીઓમાં પોતાના સમાજની હંમેશા પડખે ઉભા રહેતા હોય છે અને તેમાં એક તે મહેન્દ્રભાઈ પટેલ છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ વાંસદા તાલુકાના ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામના સરપંચ અને સરપંચ એસોસિયેશનના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ડાંગ જિલ્લાનાં ઘુળચોડ ગામમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિરમાં, જેમાં અનાથ છોકરા ભણે છે તેમને ફ્રુટનું વિતરણ કરી એમની સાથે દિલ ખોલીને બાળકોને દુલાર કરતા જોવા મળ્યા હતા.
ચોમાસા દરમિયાન ડાંગમાં પડેલા વરસાદમાં માં બાપની છત્રછાયા ગુમાવી ચુકેલા આ બાળકોને સાથ સહકાર આપવા મહેન્દ્રભાઈને ખબર પડતા જ પોહચી ગયા હતા અને પોતાનાથી મદદ એમને કરી અને અગામી દિવાસોમાં કોઇપણ જરૂરીયાત ઉભી થાય તો બનતો પ્રયત્ન કરી એ જરૂરીયાત પૂરી કરવાનું વચન આપ્યું હતું.

