નર્મદા: ડેડીયાપાડા પંચાયતમાં ફરજ બજાવતા એક કર્મચારી એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે, આ મામલે આદિવાસી વિસ્તારમાં સક્રિય ભારતીય ટ્રાઈબલ અને ભાજપાના આગેવાનો ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે, ઝેરી દવા ગટગટાવી મરણ જનારની પત્નિ પોતાનાં પતિએ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપા સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ સેઠ ઉપર પતિને આત્મહત્યા કરવા મજબુર કરવાની આરોપ લગાવ્યો છે, ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયતની સરપંચ અને હિતેશ વસાવાના માતાએ BTP નાં આગેવાન ચૈતર વસાવાએ આત્મહત્યા માટે મજબૂર કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડેડીયાપાડા ગામમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા, જે ઝંડાઓ પંચાયતના આદેશ થી ઉતારી લેવામા આવ્યા હતા, આ મામલે ભારે તુલ પકડ્યું હતું. BTP નાં આગેવાનોમાં નારાજગી ફેલાઈ હતી, ત્યારે પંચાયતના કર્મચારી મરણ જનાર શંકર સોનજીભાઈ વસાવાને ઝંડીઓ ઉતારી લેવા માટે BTP ના આગેવાન રહે. બોગજ તા. દેડીયાપાડાનાઓ એ ધાક ધમકી આપતા તેને ગભરાયને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં ડેડીયાપાડાની સરપંચ અને હિતેશ વસાવાની માતા અને દીવાલ શેઠની પત્નિએ કરી છે.

આ મામલે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની લેખીત ફરિયાદ આપતા જણાવ્યું છે કે મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો, અને પતિ જ્યારે ઘરે પરત ફરતાં પત્નિએ પૂછતા પોતાની પાસે ખોટા કામો કરવામાં આવતાં હોવાનુ પતિએ જણાવ્યું હતું, અને વિશેષમાં જણાવ્યું હતું કે જો ના પાડીએ તો નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે, જેથી પતિદેવ ભારે માનસિક તાણમાં રેતા હતાં, BTP ના જે ઝંડા ગામમાં ફરકાવ્યા હતા તે મૃતકને તેણે પોતે ઉતર્યા હોવાનુ. માથે લેવા માટે હિતેશ વસાવા અને દીવાલ શેઠ દબાણ કરતા જેથી પતિ માનસિક તાણમાં પોતાને કહેલ કે આના કરતાં તો દવા પી મરી જવું સારું.

આ વાત સાચી પણ ઠરી તા.27 મીનાં રોજ ભારે માનસિક તાણ અનુભવતા ડેડીયાપાડા પંચાયતના કર્મચારી શંકર વસાવા એ ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમિયાન સુરત દવાખાનાંમાં મોત નીપજ્યું છે, આ મામલે પત્નિ પોલીસ મથકમાં પતિના મૃત્યુ માટે જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠને જવાબદાર ગણાવી રહી છે તેણે લેખીત રજુઆત પણ પોલીસ મથકમાં કરી છે, પરંતું તેની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી !!

ઉલટાનું BTP નાં આગેવાન ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે,આ મામલે આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના આગેવાનો ડેડીયાપાડા ખાતે દોડી ગયા હતા, અને મૃતક ની પત્નિની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી રહ્યા છે, આદિવાસીઓએ પોલીસ મથક માજ મરણના મરશિયા અને રામધુન ગાવાનું શરૂ કર્યું છે. ઝેરી દવા ગટગટાવી મોત ને ભેટેલા શંકર વસાવાનું સુરતનાં સરકારી દવાખાનામાં મોત નીપજ્યું હોય તેની લાશ જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે ત્યાં સુધી નહિ લાવવાની હઠ પકડીને સેકડોની સંખ્યામા બેઠા છે.

રિપોર્ટર: નયનેશ તડવી