ડાંગ: ચોમાસાના મેઘ તાંડવને કારણે ડાંગીજનોની આર્થિક વ્યવસ્થા ખોળવાઈ અને એની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે ત્યારે આજના પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે પાતળી ગામની પ્રાથમિક શાળામાં નોટ બુક પેન્સિલ પેડનું વિતરણ કરવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગ જીલ્લામાં ભારે વરસાદના લીધે અહીના સ્થાનિક લોકોની રોજિંદી જીવન શૈલીમાં અર્થ વ્યવસ્થા ખોળાઈ ગઈ છે ત્યારે એની મોટા પ્રમાણમાં શિક્ષણ લેતા નાના ભૂલકાઓ પર અસર પડી રહે છે એની શિક્ષણ જરૂરિયાત સંતોષવા પ્રતિકભાઇ ચૌધરીનાં સહયોગ થકી નોટ બુક પેન્સિલ પેડનું વિતરણ કાર્યું હતું.

તુષાર કામડી જણાવે છે કે હાલમાં પણ ડાંગના ઘણાં વિસ્તારોમાં બાળકોના શિક્ષણની આજ સ્થિતિ છે બાળકો સુવિધાથી વંચિત જોવા મળે છે જો આ બાળકોને આપણે મદદરૂપ ન બન્યા તો આવનારા દિવસોમાં આ બાળકોનું શિક્ષણ ભવિષ્યમાં અંધકારમય બની જવાનો ડર મને સતાવી રહ્યો છે ત્યારે સર્વ મદદગારોને અપીલ છે કે ફૂલ નહિ તો ફૂલની પાંખડીઓ પણ આ ફૂલ જેવા નાના ભૂલકાઓને મદદ કરો  જેથી એના બહેતર ભવિષ્યનું નિર્માણ કરી શકાય.