વાંસદા: પોલીસની સાથે પ્રકૃતિ પ્રેમીનો સમન્વય એવા આદિવાસી સમાજના પી.આઈ કિરણ પાડવીએ વાંસદાના વાંગણ ગામ ખાતે બીજા પાસેથી સ્વચ્છતાની અપેક્ષા રાખ્યા વગર પોતે જ પોતાનું પ્રકૃતિના ખોળામાં આવેલ આંકડા ધોધની આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના વાંગણ ગામડાની પ્રકૃતિના રમણીય સ્થળ આંકડા ધોધ પર કિરણ પાડવીએ પોતાને પ્રકૃતિનો એક ભાગ સમજી પોતાનું કર્તવ્ય સમજી પર્યટકો દ્વારા ફેકવામાં આવેલો કચરો ભેગો કરીને એનો યોગ્ય નિકાલ કર્યો હતો.
પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે ભલે પર્યટકો ધોધ જંગલો કે ગમે ત્યાં પ્રકૃતિના ખોળે ફરે અને મજા કરે પણ ગંદકી અને કચરો ત્યા જ કરવો જરા પણ યોગ્ય નથી. પ્રકૃતિ પણ અનેક જીવ-જંતુ અને વન્ય પ્રાણીઓનું નિવાસસ્થાન છે. પકૃતિ પણ આપણું ઘર જ છે એની પણ ઘર જેવી જ કાળજી લેવી જરૂરી છે.