સેલવાસ: સર્વ આદિવાસી સમાજ સંગઠનના સાનિધ્યમાં સામરવરણી પંચાયતના હોલમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની તૈયારીના ભાગરૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી એકતા પરિષદ, આદિવાસી સમન્વય મંચ ભારત, આદિવાસી વિકાસ પરિષદ, ST- SC વિકાસ સંગઠન રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ, મુલનિવાસી સમાજ સંગઠન, સંકલ્પ ફાઉન્ડેશન, બામસેફ, DNH એકતા મંચ સંગઠનોના પ્રતિનિધિ મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં સર્વ સંમતિ સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે સમાજમાં એકતાનો સંદેશ અને એક સૂત્રમાં બાંધવા માટે વ્યક્તિ વિશેષ અને વ્યક્તિ વિશેષ સંગઠનને છોડી આપણે બધા સમાજહિત માં સર્વ આદિવાસી સમાજ સંગઠનના સાનિધ્યમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આયોજન સમિતિ બનાવવામાં આવે અને આ સમિતિ ના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન થાય માટે સર્વે સંગઠનોના પ્રતિનિધિ કહ્યું કે અ બાબતે અમે તાત્કાલિક સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરને મળીને તેમની સામે આ પ્રસ્તાવ રાખીશું અને ચર્ચા કરીશું સાંસદને મળવા માટે સમય માંગવામાં આવ્યો છે

મુલાકાત પછી શું નિર્ણય લેવામાં આવશે તેની રજુવાત 12:00 કરાશે અમારા પ્રતિનિધિ મંડળની સાથે સહમતી થાય તો મળીને વિશ્વ આદિવાસી મનાવીશું અને જો સહમતી ન થાય તો કોઈ કારણવશ તો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સર્વ આદિવાસી સંગઠન મળીને બિરસા મુંડા ચોક (કિલવાણી નાકા) પર મનાવવામાં આવશે..