વાંસદા: ગતરોજ વાંસદા પોલીસને મળેલી બાતમીને લઈને વઘઈ નેશનલ પાર્ક કિલાદ નજીકથી એક પીકઅપ ટેમ્પોમાં 1,79,000 રૂપિયાનો દારૂના જથ્થા સાથે પોલીસે ટેમ્પો ચાલક અને ક્લીનરની અટક કરી 4.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદાના જયંતિભાઈને બાતમી મળી હતી કે સાપુતારા-વઘઈથી GJ-05-BU-8413 નંબરની સફેદ કલરની બંધ બોડીનની પીકઅપ દારૂનો જથ્થો લઈને આવવાની છે આ બાતમીને આધારે પોલીસે વઘઈ કિલાદ નેશનલ પાર્ક પાસે નજર રાખી હતી. થોડા સમય બાદ બાતમીવાળી પીકઅપ આવતા પોલીસે તપાસ કરી તો તેમાં દારૂની નાની મોટી 946 બોટલન હતી જે અંદાજીત 1.79 લાખ રૂપિયાની થાય છે.
વાંસદ પોલીસે પીકઅપ ચાલક મોહમદ રઈશ ઉર્ફ પપ્પુ અને ક્લીનર અરબાઝ ઉર્ફ મુન્નાની અટક કરી છે અને દારૂ, મોબાઈલ, પીકઅપ વગેરે મળી રૂ. 4.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.