કપરાડા: 181 વિધાનસભા કપરાડાના કોંગ્રેસની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લામાં જોરદાર તૈયારીઓ શરૂ કરી કોંગ્રેસ દ્વારા એક વિશેષ બેઠક યોજાઈ હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સેક્રેટરી બી એમ સંદીપ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ જિલ્લા મહામંત્રી વસંત પટેલ સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓ આવનાર વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી હતી સાથે જ કાર્યકર્તા અત્યારથી ચૂંટણીની તૈયારીઓ લાગી જવા માટે હકલ કરી હતી કપરાડાની આજની આ મહત્વની બેઠકમાં કોંગ્રેસના અગ્રણીઓએ કપરાડા વિધાનસભા સહિત જિલ્લાની અન્ય વિધાનસભા બેઠકો કબજે કરવા મનોમંથન કર્યું હતું
આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં આવશે અને વલસાડ જિલ્લાની વિધાનસભાની બેઠકો કબજે કરશે તેઓ અત્યારથી જ કોંગ્રેસના અગ્રણીઓ કરી રહ્યા છે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે અને ભાજપના ઉમેદવારન ટક્કર આપી શકે તેવા ઉમેદવારો પસંદ કરવા અત્યારથી જ કામગીરી હાથ ધરી છે