વાંસદા: માંડવી તાલુકાના વદેશિયા ગામની નજીક આવેલ કેવડીયા ગામની વિદ્યાર્થીની પિંકલબેન સોમાભાઈ ચૌધરીએ PSIની પરીક્ષામાં એસ.ટી કેટેગરીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ માતા પિતા અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ માંડવી તાલુકાના વદેશિયા ગામમાં 2 વર્ષ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને છેક વાંચવા માટે બારડોલી જવું પડતું અને જેમાં વિદ્યાર્થીઓનો અવરજવરમાં જ ખુબ સમય વેડફાતો હતો જેથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની સરખી રીતે તૈયારી કરી શકતા ન હતા આ બાબતે ગ્રીન ટીમ વદેશિયાના યુવા ટીમને ખબર પડતા તેમણે પંચાયત ભવનની ઉપર ખાલી રૂમની મરમ્મત કરી લાઈબ્રેરી શરુ કરી દીધી હતી આ લાઈબ્રેરી થકી જોત જોતામાં 2 વર્ષમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણા વિદ્યાર્થીઓએ સફળ થઇ પોતાની કારકિર્દી બનાવી છે જેમાં ગતરોજ વદેશિયા ગામની નજીક આવેલ કેવડીયા ગામની વિદ્યાર્થીની પિંકલબેન સોમાભાઈ ચૌધરી પણ એક છે જેમણે PSIની પરીક્ષામાં એસ.ટી કેટેગરીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈને લાઈબ્રેરીની સ્થાપના સાર્થક અને માં બાપનું સપનું સાકાર કર્યું છે.
આજે ઘણા ગામડાઓમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓ સરખી રીતે તૈયારી કરી શકતા નથી જો આ રીતે ગામના ખાલી મકાનોમાં આવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારે લાઈબ્રેરીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો ઘણા આદિવાસી યુવાનો પોતાની પ્રતિભાનું અજવાળું પાથરી શકે છે એમાં કોઈ બેમત નથી.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)