ખેરગામ: આજે જ્યારે ગામડાઓ ભાંગી રહ્યા છે ત્યારે એવા પણ યુવાનો છે જે ગ્રામવિકાસના પંથે ચાલી નીકળ્યા છે  ‘તોરણવેરા ગામને વિકાસનું મોડલ બનાવવાનું સપનું સાકાર કરવાનો હું અને મારી પંચાયતની ટીમ પ્રયાસ કરી રહ્યા છે’ આ શબ્દો છે તોરણવેરા ગામના સરપંચશ્રીના..

Decision News એ લીધેલી ખેરગામના તોરણવેરા ગામની લીધેલી મુલાકાતમાં જોવા મળ્યું કે અહી યુવા સરપંચ અને તેમની ટીમ દ્વારા હાલમાં ગ્રામીણ વિકાસના મહત્વને સમજીને, ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેને લઈને ગામમાં સારા પરિણામો જોવા મળી રહ્યા છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક શાળામાં સુવિધાજન દ્રશ્યો જોવા મળ્યા અને લોકો પાસેથી સરકારી યોજનાનો પુરેપુરો લાભ સરપંચ દ્વારા નિ:સ્વાર્થ ભાવે ગ્રામવિકાસની મહત્વકાંક્ષા સાથે આપવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.

પંચાયત પર પોતાના કામ અર્થે આવેલા એક વ્યક્તિને Decision News દ્વારા ગામના નવા સરપંચ વિષે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે સરપંચ રાજ્ય સરકારની તમામ યોજનોને લોકો સુધી પોહચાડી તેમનું જીવનધોરણને ઉંચુ લાવવવાના પ્રયાસમાં છે આ ચોમાસામાં ગામ લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહેવા એવા ઉદ્દેશ સાથે ગામમાં સ્વચ્છતા માટે ઇલેક્ટ્રિક ટેમ્પોની સુવિધા ઉભી કરી છે આ સિવાય સરકારી યોજનાઓ વિષે પણ ગામના વોટ્સઅપ ગ્રુપમાં નાખીને માહિતી પોહચાડે છે ગામમાં જે યોજનાનું અમલીકરણ થયું છે એના વિષે પણ સોશ્યલ માધ્યમથી જાણકારી આપે છે.. આવી તો ઘણી માહિતીપ્રદ અને ગ્રામવિકાસની કામગીરી કરી રહ્યા છે.