ચીખલી: છેલ્લા દોઢ મહિનાથી વધારે ચીખલી તાલુકાના રાનકુવા ઘેરીયા સર્કલ 18 થી 20 ગામોને જોડતું એક કેન્દ્ર બિંદુ છે. જ્યાંથી હજારો લોકોની 24 કલાક વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે સર્કલ પર લગાવેલા CCTV કેમેરા Decision news એ તપાસ કરતા બંધ હાલતમાં જણાય આવેલ છે જે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
રાનકુવા ગામનું ઘેરીયા સર્કલ 18 થી 20 ગામોને જોડતું એક કેન્દ્ર બિંદુ છે. ખારેલ,ચીખલી, ધરમપુર, વાંસદા એમ ચારો તરફ જવા આવવા માટે 24 કલાક હજારો લોકોની અને વાહનોની અવર જવર થતી હોય છે. અને હાલમાં ધરમપુર થી ખારેલ તરફ જતા માર્ગપર મોટા વાહન એક્ષલ, ડબલ એક્ષલ વાહનો ટોલટેક્ષ બચાવવાના ચક્કર માં અહીથી પસાર થઈ રહ્યા છે ત્યારે એક્સિડન્ટ થવાની ભીતિ સર્જાય રહી છે. અને સાપુતારા વઘઇ તરફ થી સુરત શાકભાજી માર્કેટમાં રાત્રિ સમયે અસંખ્ય પિકઅપ ટેમ્પો પણ પૂરપાટ ઝડપે જાય છે અને ઘણી વાર આજુબાજુના ગામના લોકો એક્સિડન્ટના ભોગ બન્યા છે. અને રાનકુવા ગામમાં થોડા થોડા દિવસોમાં ચોરીની ના કેસો જેમ કે બાઈક, ફોર્વિલ અને સોસાયટીના ઘરો દુકાનના તાળાં તૂટયાં છે.
મુદ્દાની વાત તો એ છે કે રાનકુવા પોલીસ સ્ટેશન સર્કલથી 100 મીટર જ દૂર છે. પણ ત્યાં પૂરતો સ્ટાફ નથી અને અસંખ્ય ચોકીના કામો હોવાથી પૂરતા સ્ટાફના અભાવે પોલીસ સ્ટાફ જરૂરિયાત સુધી પહોંચી શકાય એમ નથી અને CCTV કેમેરા પણ બંધ હાલતમાં પડયા છે ત્યારે ચોરી કરનાર ચોર કે એક્સિડન્ટ કરનારા વાહન ચાલકો ભાગી છૂટવામાં સફળ બને છે અને ગુનેગારને પોલીસ પકડવામાં નિષ્ફળ રહે છે આ સમસ્યાને લઈને આજુબાજુના અને ગામ લોકોની માંગ છે કે જલ્દીથી જલ્દી CCTV કેમેરા ચાલું કરવામાં આવે. ક્યાં સુધી નિર્દોષ લોકો અકસ્માત કે ચોરીનો ભોગ બનતા રહશે.