ચીખલી: કોઈપણ સમાજના વિકાસમાં મજબૂત શિક્ષણ પાયો આધારરૂપ માનવામાં આવે છે ત્યારે આદિવાસી વિસ્તારના બાળકોમાં શિક્ષણની જરૂરીયાતના સાધનોની સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે આ જરૂરીયાતને પૂરી કરવા શ્રી જ્યપાલસિંગ મુંડા આદિવાસી યુવા વિકાસ ગ્રુપ ચીખલી દ્વારા એક પહેલ કરવામાં આવી છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ શ્રી જ્યપાલસિંગ મુંડા આદિવાસી યુવા વિકાસ ગ્રુપ ચીખલી દ્વારા ધરમપુરના પંગારબારી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણકીટ આપવામાં આવી હતી જેમાં પેન પેન્સિલ, બોલપેન, નોટબુક, સ્લેટ, કંપાસ વગેરે નો સમાવેશ કરાયો હતો. શિક્ષણ કીટ મળતાં જ બાળકોના ખુશીની કોઈ સીમા ન હતી એ એમના પ્રફુલ્લિત ચેહરા પરથી દેખાય આવતું હતું.
શ્રી જ્યપાલસિંગ મુંડા આદિવાસી યુવા વિકાસ ગ્રુપના સભ્ય સુનીલ માહલાએ આ પ્રસંગે જણાવ્યું કે આદિવાસી સમાજની આવનાર નવી પેઢીને શિક્ષણમાં સક્ષમ બનાવવાની જવાબદારી સરકારની તો ખરી જ પણ આદિવાસી સમાજના જાગૃત યુવાનોની પણ છે અમે આવનારું આદિવાસી સમાજનું ભવિષ્યનું ઘડતર કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે શિક્ષણ જ એક એવું પરીબાલ છે જે સમાજની નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે આ વિચારને અનુસરી અમે આ દિશામાં પગલું માંડયું છે.

